સર્વોદય: મોહનદાસ કરમચંદ ગાંધી-1908
Home » Law Library Updates » Sarvarthapedia » Education, Universities and Courses » Humanities » સર્વોદય: મોહનદાસ કરમચંદ ગાંધી-1908
Sarvodaya – M K Gandhi 1908
સર્વોદય-1908
મોહનદાસ કરમચંદ ગાંધી –
પ્રસ્તાવના
Read Next
પશ્ચિમના દેશમાં સાધારણ રીતે એમ માનવામાં આવે છે કે વધારે માણસનું (મૅજોરિટીનું) સુખ – તેઓનો ઉદય – એ વધારવાનું માણસનું કામ છે. સુખ એટલે માત્ર શારીરિક સુખ, પૈસાટકાનું સુખ, એવો અર્થ કરવામાં આવે છે. એવું સુખ મેળવવામાં નીતિના નિયમોનો ભંગ થાય તેની ખાસ દરકાર કરવામાં આવતી નથી. તેમ જ વધારે માણસોનું સુખ જાળવવું એવો હેતુ રાખ્યો છે, તેથી જો થોડાને દુઃખ દઈને વધારેને સુખ અપાય તો તેમ કરવામાં હરકત છે એમ પશ્ચિમના લોકો માનતા નથી. એવું માનતા નથી તેનું પરિણામ આપણે પશ્ચિમના બધા મુલકોમાં જોઈએ છીએ.
વધારે માણસને શારીરિક અને પૈસાટકાનું સુખ હોય એ જ શોધવું એવો ખુદાઈ કાયદો નથી, અને જો તેટલું જ શોધવામાં આવે ને નીતિના નિયમોનો ભંગ થાય તો તે ખુદાઈ કાયદાથી વિરુદ્ધ છે, એવું કેટલાક પશ્ચિમના ડાહ્યા પુરુષોએ બતાવ્યું છે. તેમાં મરહૂમ જૉન રસ્કિન મુખ્ય હતો. તે અંગ્રેજ હતો, ઘણો જ વિદ્વાન માણસ હતો. તેણે હુન્નર, કળા, ચિત્રકામ વગેરે ઉપર સંખ્યાબંધ અને ઘણી સરસ કિતાબો લખી છે. નીતિના વિષયો ઉપર પણ તેણે ઘણું લખ્યું છે. તેમાનું એક નાનું પુસ્તક છે તે તેણે પોતે પોતાનાં લખાણોમાંનું ઉત્તમ માન્યું છે. જ્યાં જ્યાં અંગ્રેજી બોલાય છે ત્યાં તે પુસ્તક બહુ વંચાય છે. તેમાં ઉપર બતાવ્યા છે તેવા વિચારોનું બહુ જ સરસ રીતે ખંડન કર્યું છે અને બતાવી આપ્યું છે કે, નીતિના નિયમો જાળવવામાં આમની બહેતરી છે.
આજકાલ હિન્દુસ્તાનમાં આપણે પશ્ચિમના લોકોની નકલ બહુ કરીએ છીએ. તેમ કેટલીક બાબતમાં કરવાની જરૂર પણ અમે માનીએ છીએ. પણ પશ્ચિમનાં ઘણાં ધોરણો ખરાબ છે એમાં શક નથી. ખરાબ છે તેથી દૂર રહેવાની જરૂર તો સહુ કોઈ કબૂલ કરશે.
Read Next
દક્ષિણ આફ્રિકામાં હિન્દીની સ્થિતિ અતિ દયામણી છે. આપણે પૈસો મેળવવાને સારુ દેશાવર ખેડીએ છીએ. તેની ધૂનમાં નીતિને, ખુદાને ભૂલી જઈએ છીએ. સ્વાર્થમાં મૂંઝાઈ-ગૂંથાઈ જઈએ છીએ. પરિણામે પરદેશ વેઠવાથી લાભને ઘણો ગેરલાભ થાય છે, અથવા તો પરદેશ ખેડવાનો પૂરો લાભ મળતો નથી. સર્વ ધર્મને અંગે નીતિ તો રહેલી જ છે, પણ ધર્મનો વિચાર કર્યા વિનાયે સાધારણ બુદ્ધિથી વિચારતાં, નીતિ જાળવવી એ જરૂરનું છે. તેમાં સુખ છે. એવું જૉન રસ્કિને બતાવ્યું છે. તેણે પશ્ચિમના લોકોની આંખ ખોલી છે ને આજે તેના શિક્ષણના આધારે ઘણા ગોરાઓ પોતાનું વર્તન ચલાવે છે. તેના વિચારો હિન્દી પ્રજાને પણ ઉપયોગી થાય એવા હેતુથી, ઉપર કહી ગયા તે પુસ્તકમાંથી અંગ્રેજી નહિ જાણનારા હિન્દીઓ સમજી શકે તેવું તારણ આપવાનો અમે ઠરાવ કર્યો છે.
સૉક્રેટીસે માણસને શું કરવું ઘટે છે તેનું થોડુંક દર્શન કરાવ્યું. તેણે જેવું કહ્યું તેવું જ કર્યું. તેના વિચારોનું લંબાણ એ રસ્કિનના વિચારો છે એમ કહી શકાય છે. સૉક્રેટીસના વિચારો પ્રમાણે ચાલવા ઇચ્છનાર માણસે જુદા જુદા ધંધામાં કેમ વર્તવું જોઈએ તે રસ્કિને આબેહૂબ રીતે બતાવી આપ્યું છે. તેના લખાણનો અમે જે સાર આપીએ છીએ તે તરજુમો નથી. તરજુમો આપતાં, કેટલાક બાઈબલ વગેરેમાંથી આપેલા દાખલાઓ વાંચનાર ન સમજી શકે એવો સંભવ છે. તેથી અમે રસ્કિનના લખાણનો સાર આપ્યો છે. તે પુસ્તકના નામનો પણ અમે અર્થ નથી આપ્યો, કેમકે તે જેણે અંગ્રેજેમાં બાઈબલ વાંચ્યું હોય તે જ સમજી શકે. પણ પુસ્તક લખવાનો હેતુ સર્વનું કલ્યાણ – સર્વનો ઉદય (માત્ર વધારેનો નહિ) – એવો હોવાથી અમે આ લખાણને ‘સર્વોદય’ એવું નામ આપ્યું છે.
૧.સાચનાં મૂળ
Read Next
માણસો ઘણી ભૂલથાપ ખાય છે. પણ અરસપરસની લાગાણીની અસરનો વિચાર કર્યા વિના માણસો કેમ જાણે સંચાની માફક જ કામ કરતા હોય નહિ, એમ ધારી લૈ તેઓની વર્તનૂકને સારુ કાયદા ઘડવા એના જેવી બીજી મોટી ભૂલ એકે જોવામાં આવતી નથી. અને એવી ભૂલ તે આપણને હીણપત લગડનારી ગણાય. જેમ બીજી ભૂલોમાં ઉપર ટપકે જોતાં કંઈક આભાસ જોવામાં આવે છે . તેમ લૌકિક નિયમમોને વિસે પણ જોવામાં આવે છે. લૌકિક નિયમ બાંધનારા કહે છે કે, ‘ અરસપરસ લાગની એ તો અકસ્માત ગણવો, અને તેવી લાગણીને માણસની સાધારણ પ્રકૃતિના ધોરણ ધક્કો પહોંચાડનાર ગનવી. પણ લોભ અને આગળ વધવાની ઇચ્છા એ તો હમેંશા રહે છે. એટલે અકસ્માતને દૂર રાખીને, માણસને સંચો ગનીને, કેવી જાતની મજૂરીથી ને કેવી લેવદેવથી માણસ વધારેમાં વધારે દોલત એકઠી કરી શકે એ વિચારવાનું છે. આવા વિચારને આધારે ધોરણ રચીને પછી એકબીજાની મરજીમાં આવે તેટલી અરસપરસ આગાનીનો ઉપયોગ કરી ભલે લૌકિક વહેવાર ચલાવાય.’
જો અરસપરસ લાગણીનું જોર લેવદેવના ધારાની જાતનું હોય તો ઉપરની દલીલ બરોબર ગણાત. માણસની લાગણી એ અંતરનું બળ છે. લેવદેવના ધારા એ એક સંસારી નિયમ છે. એટલે બન્નેની જાત એક નથી. એક વસ્તુ અમુક દિશામાં જતી હોય અને તેની ઉપર એક તરથી જાથુક જોર થતું હોય ને બીજી તરફ આકસ્મિક જોર થતું હોય, તો આપણે પહેલાંથી જાથુક જોરનું માપ કરીએ ને પછી આકસ્મિક જોરનું માપ કરીએ. બન્નેના તારણ ઉપરથી તે વસ્તુની ગતિનો નિશ્ચય આપણે કરી શકીશું. આમ આપણે કરી શકીએ છીએ તેનું કારણ એ કે આકસ્મિક અને જાથુકના જોર બન્ને એક જાતના છે. પણ માણસ જાતના વહેવારમાં લેવદેવના જાથુક નિયમનું જોર અને અરસપરસ લાગણી રૂપી આકસ્મિક જોર એ બેની જાત જુદી છે. લાગની એ માણ્સ ઉપર જુદા પ્રકારની અને જુદી રીતે અસર કરે છે. તેથી માણસનું સ્વરૂપ બદલાઈ જાય છે. એટલે જેમ અમુક વસ્તુની ગતિની ઉપર જુદા જુદા જોરની અસર આપણે સરવાળા બાદબાકીના નિયમથી તપાસીએ તેમ લાગનીની અસરને આપણે તપાસી શકતા નથી. લેવદેવના ધારાનું જ્ઞાન માણસની લાગણીની અસર તપાસતી વેળા કંઈ કામમાં આવતું નથી.
લૌકિક શાસ્ત્રના ધારા ખોટા છે એમ કહેવાનું કંઈ કારણ નથી. કસરતી શિક્ષક જો ધારે કે માણસને માત્ર માંસ જ છે ને હાડપિંજર નથી, ને પછી ધારા ઘડે તો ભલે તેના ધારા ખર હોય, પણ તે ધારા હાડપિંજરવાળા માણાસ્ને લાગુ નહિ પડે. તેમજ લૌકિક શાસ્ત્રના ધારા ખરાં હોવાં છતાં લાગનીથી બંધાયેલ માણસને લાગુ પડી શક્તા નથી. કોઈ કસરતબાજ એમ કહે કે માણસનાં માંસને નોખું પાડી તેના દડા બનાવીએ, તેને લાંબુ કરી તેની દોરીઓ બનાવીએ. પછી તે એમ પણ કહે તેમાં જો હાડપિંજર દાખલ કરીએ તો કેટલી હરકત આવશે. આવું બોલનરને આપણે ગાંદો કહીશું, કેમકે હાડપિંજર કંઈ માંસથી નોખું પાડીને કસરતના નિયમ ઘડી શકાશે નહિ. તેમજ લૌકિક શાસ્ત્રના નિયમ માણસ જાતની લાગણી દૂર કરીને ઘડાય તે માણસને કામના નથી. છતાં હાલના લૌકિક વહેવાર બજાવનારા શાસ્ત્રીઓ પેલા કસરતી શિક્ષકની જેમ કરે છે. તેઓના હિસાબ પ્રમાણે માણસ શરીર -સંચો-માત્ર છે, ને તેમ ધારીને તેઓ નિયમ ઘડે છે. તેમાં જીવ છે એમ જાણે છે, છતાં તેની ગણતરી કરતા નથી. આવું શાસ્ત્ર તે જેમાં જીવ – આત્મા-રૂહ પ્રધાન છે – મુખ્ય છે – તેવા માણસને કેમ લાગુ પડી શકે?
અર્થ શાસ્ત્ર એ શાસ્ત્ર નથી. તે નકામું છે એમ, જ્યારે હડતાલો પડે છે ત્યારે, આપણે દેખીતી રીતે જોઈ શકીએ છીએ. તેવે સમયે ધણીઓ એક વિચાર કરે છે, નોકરો બીજો કરે છે, લ્વદેવના ધારા એકેકે આપણે લાગુ કરી શક્તા નથી. માણસો માથાફોડ કરી બતાવવા માગે છે કે નોકર -શેઠના સ્વાથ એક અ દિશામાં હોય છે. તેમાંનું કંઈ તેઓ સમજતા નથી. હકીકત એમ છે કે એકકબીજાનો દુન્વયી – પૈસાનો – સ્વાર્થ એક જ ન હોય છતાં એકબીજાએ કંઈ સામાવાળિયા રહેવાની કે થ્વાની જરૂર નથી. એક ઘરમઆં ભૂખમરો હોય. ઘર્મા મા અને તેનાં છોકરાં હોય. બન્નેને ભૂખ લાગી છે. આમાં બન્નેનો – મા છોકરામ્નો – ખાવામાં સામસામો સ્વાર્થ છે. મા ખાય તો છોકરાં ભૂખે મરે ને છોકરાં ખાય તો મા ભૂખે રવડે. છતાં મા અને છોકરાં વચ્ચે અંતર નથી. મા વધાએ જોરાવર હોવાથી પોતે રોટીનો ટુકડો ખાઈ જતી નથી. તેજ પ્રમણે માણસો વચ્ચીના સંબંધમાં સમજવું ઘટે છે.
કદાપિ એમ ધારીએ કે માણ્સોને પશુઓમાં કંઈ તફાવત નથી, આપણે પશુઓની માફક એકબીજાના સ્વાર્થને સારુ લડવું જ જોઈએ. તો પણ આપને નિયમ બાંધીને કહી શકતા નથી કે શેઠ નોકર વચ્ચે હંમેશા અંતર રહે કે ન રહે. સ્થિતિ પ્રમાણે તે ભાવમાં ફેરફાર થયા કરે છે. જેમ કે કામ સારું થવું જોઈએ અને કિંમત પૂરી મળવી જોઈએ, એ તો બન્નેનો સ્વાર્થ છે. પણ નફાનો ભાગ તપાસતાં એકને લાભ હોય ને બીજાને ગેરલાભ થાયા એમાં બની શકે છે. નોકરો માંદા અને નમાલા રહે એટલો ઓછો દરમાયો આપવામાં શેઠનો સ્વાર્થ નથી સચવાતો, અને જો કારખાનું બારોબાર ના ચાલી શકે તોપણ ભારે પગારા માગવો તેમાં નોકરનો સ્વાર્થા નથી સચવાતો. જો શેઠના સંચાનું પૈડું દુરસતા કરવાના પૈસા શેઠની પાસે ન હોય તો નોકરે પીરો પગાર કે બિલકુલ પગાર માગવો એ દેખીતું ખરાબ ગણાય.
એટલે આપણે જોઈ છીએ કે, આપલેના ધોરણ ઉપરથી આપણે કંઈ શાસ્ત્ર ઘટાવી શકીએ એ બનવા જોગ નથી. ઇશ્વરી નિયામાં જ એવો છે કે પૈસાની વધઘટના ધોરણ ઉપર માણસોનો વહેવાર ના ચાલવો જોઈએ. તે વહેવારનો આધાર ન્યાયના ધોરણ ઉપર છે, એટલે માણસે સમયા વર્તીને નીતિએ કે
અનીતિ એ પોતાનું કામ કઢાવવાનો વિચાર તદ્દન છોડવો જ જોઈએ. અમૂકા રીતે વર્તવાથી છેવટે શું થશે એ કોઈ માણસ હમેશાં ભાખી શકતો નથી. પણ અમુક કામ ન્યાયી છે કે અન્યાયી એટલું તો આપણે ઘણે ભાગે હમેંશા જાણી શકીએ છીએ. વળી આપણે એટલું પણ કહી શકીએ છીએ કે નીતિમાર્ગમાં ચાલવાથી પરિણામ સારું જ આવવું જોઈએ. તે પરિણામાં શું આવશે અથવા કેવી રીતે આવશે તે આપણે કહી શકતા નથી.
નીતિન્યાયના નિયમમાં અરસપરસની લાગાણીનો સમાસ થઈ જાય છે., અને તે લાગાણી ઉપર શેઠ નોકરના સંબંધનો આધાર રહે છે. આપણે ધારી લઈએ કલે શેઠ પોતાના નોકર પાસેથી બને તેટલું વધારે કામ લેવા ઇચ્છે છે, નોકરને ઘડીને ફુરસદ નથી આપતો, તેઓને ઓછો પગાર આપે છે, તેઓને ભંડારિયા જેવા ઘરમાં રાખે છે: ટૂંકમાં, નોકર માત્ર દેહ ને જીવ ભેળામ રાખી શકે એટલું જ તેને આપે છે. આમાં કરવામાં કોઈ કહેશે કે શેઠ કંઈ અન્યાયા કરતો નથી. નોકરે અમૂકા પગારે પોતાનો આખો વખત શેઠને આપ્યો છે ને શેઠ તે લે છે. કામ અકેવું આકરું લેવું તેની હદ બીજાઓને જોઈને શેઠ બાંધે છે. જો નોકરને વધારે સારો પગાર મળે તો બીજી નોકરી લેવાની છૂટ છે. આને આપલેના ધારા ઘડનારા અર્થશાસ્ત્ર કહે છે, અને તેઓ જણાવે છે કે આમ આમ જેટલું બ્નને તેટલું કામ ઓછામાં ઓછા પૈસાથી કરાવતાં શેઠને લાભ મળે છે, છેવટે આકઝી કોમને લાભ મળે છે ને તેથી છેવટમાં નોકરોને પણ લાભ મળે છે.
પના વિચાર કરતાં આપણે જોઈશું કે આ વાતા બરોબર નથી. જો નોકરા એકા યંત્ર કે સંચો હોત અને તેને ચલાવવામાં માત્ર અમુક જાતના કોરનું જ કામ હોત તો એ હિસાબ લાગુ પડત. ફણા અહીં તો નોકરને ચલાવનારું જોર તેનો આત્મા છે. અને આત્માનું બાળા તે અર્થશાસ્ત્રીઓના બધા નિયમોને ઊંધા વાળે છે ને તેને ખોટા પાડે છે. માણસરૂપી યંત્રમાં પૈસારૂપી કોલસા ભરવાથી વધારેમાં વધારે કામ નહીં લઈ શકાય. તેનું સરસ કામ જ્યારે તેની લાગણી ઉશ્કેરવામાં આવશે ત્યારે જ થશે. શેઠ નોકરાણી વચ્ચે ગાંઠ પૈસાની નહિ પણ પ્રીતિની હોવી જોઈએ.
સાધારણ રીતે એમાં બને છે કે, જ્યારે શેઠ હોશિયાર અને ઉત્સાહી હોય છે ત્યારે દબાણથી નોકર ઘણે ભાગેપોતાનું કામ કરે છે. વળી એમાં પણ બને છે કે, જ્યારે શેઠ આળસુ અને નબળો હોય છે ત્યારે નોકરનું કામ જોઈએ તેટલું નથી થતું. પણ ખરેખરો નિયમ તો એ છે કે, હોશિયારીમાં એકસરખા બે શેઠ લઈશું તો લાગણીવાળા શેઠનો નોકરલાગણી વિનાના શેઠ ના નોકર કરતાં વધારે ને સરસ કામ કરશે.
કોઈ કહેશે કે એ નિયામાં બારોબર નથી; કેમકે માયા અને મહેરબાનીનો બદલો ઘણી વેળા ઊલટો જ મળે છે ને નોકર માથે ચડે છે. ફણા એવી દલીલ વાજબી નથી. જે નોકરા માયાના બદલામાં બેદરકારી બતાવે છે તે નોકર, જ્યારે તેની ઉપર સખતી વાપરવામાં આવશે ત્યારે, ખારીલો બનશે. ઉદારા દિલના શેઠ તરફ જે નોકર અપ્રમાણિક થશે તે નોકર અન્યાયી શેઠને નુકસાન પહોંચાડશે.
એટલે દરેક વખતે ને દરેક માણસ તરફ પરોપકારી નજર રાખવાથી સારું જ પરિણામ આવે છે. અહીં આપણે લાગણીનો એકા જાતનો વિચાર કરીએ છીએ. માયા એ સરસ છે તેથી હમેશાં વાપરવી એ એકા જુદી વાત છે. તેનો આપણે અહીં વિચાર નથી કરતા. આપણે તો અહીં એટલું જ બતાવીએ છીએ કે અર્થશાસ્ત્રના સાધારણ નિયમો આપણે જોઈ ગયા તે બધાને માયા-લાગાણી રૂપી જોર બરબાદ કરે છે. એટલું જ નહિ, પણ લાગણી એકા જુદા જ પ્રકારનું જોર હોવાથી અર્થશાસ્ત્રના બીજા નિયમો સાથે નથી નભતું, પણ તે નિયમોને એક કોરે મૂકીને જ નભી શકે છે. જો શેઠા તાજવાશાહી હિસાબ કરે ને બદલો મળવાના ઇરાદાથી જ માયા બતાવે તો તેને નિરાશ થવાનો સંભવ છે. માયા તે માયાને ખાતરજા બતાવાય, અને બદલો વગર માગ્યે પોતાની મેળે જ આવે છે. કહેવાય છે કે, આપ મેળવતાં આપે જ મરવું જોઈએ ને આપણે રાકહતાં આપ જાય છે.
પલટણ અને તેના સરદારનો દાખલો લઈએ. જો કોઈ સરદાર અર્થશાસ્ત્રના નિયમનો લાગુ પાડીને પોતાની પલટણના સિપાઈ પાસેથી કામ લેવા માગશે તો ધારેલું કામ તે નહિ કરી શકે ઘણા દાખલાઓમાં જોઈએ છીએ કે જે પલટણનો સરદાર પોતાના સિપાઈના સંબંધમાં આવે છે, તેઓની સાથે માયાથી વર્તે છે, તેમના ભલાથી રીઝે છે, તેઓનાં દુઃખમાં ભાગ લે છે, તેઓની જાતની રખેવાળી કરે છે, ટૂંકમાં તેઓની તરફ લાગણી ધરાવે છે તે સરદાર સિપાઈઓની પાસેથી ગમે તેવું કામા હશે તે લઈ શકશે. આઇતિહાસિકા દાખલ;આ લેતાં આપણે જોઈએ છીએ કે જેમાં સિપાઈઓ સરદારને ચાહતા નથી ત્યાં ભાગ્યે જ લડાઈ જિતાયેલી જોવામાં આવે છે. આમાં સરદારા અને સિપાઈની વચ્ચે લાગણીનું જોર એ ખરું જોર છે. તેમાં જ લૂંટારાઓની ટોળીમાં પણ સરદારની તરફ લૂંટારુની ટોળીપૂરી લાગાની ધરાવે છે. તેમ છતાં મિલો વગેરે કારખાનાં શેઠ કાકર વચ્ચે આવો ઘાતો સંબંધા આપણે જોતા નથી. તેનું એકા કારણ તો એ છે કે આવાં કારખાનાઓમાં નોકરોના પગારનો આધાર લેવાદેવાના ધારાઓ ઉપર રહે છે. એટલે શેઠ ચાકરની વચ્ચે માયા વર્તવાને બદલે અમાયા વર્તે છે અને લાગણીને બદલે તેઓનો સંબંધ વિરોધ – સમિવાડિયા જેવો જોવામાં આવે છે. ત્યારે આપણે બે સવાલોનો વિચાર કરવો રહ્યો.
એક તો એ કે લેવાદેવાનો હિસાબ કર્યા વિના નોકરનો પગાર કેટલે દરજ્જે ઠરાવી શકાય.
બીજો એ કે, જેમ જૂનાં કુટુંબોમામ નોકરો હોય છે અને શેઠ નોકર વચ્ચે સંબંધ રહે છે અથવા તો પલટણમાં સરદાર સિપાઈઓ વચ્ચે સંબંધા રહે છે, તેમાં જ કારખાનાંમાં નોકરોની આમુક સંખ્યા, ગમે તેવો વખત આવે છતાં, વધઘટ કર્યા વિના કેવી રીતે રાખી શકાય.
પહેલા સવાલનો વિચાર કરીએ. એ અજાયબીની વાત છે કે અર્થશાસ્ત્રીઓ કારખાનાંના કામદારોના પગારની હદ રાખી શકાય એવું કરતા જ નથી. છતાં આપણે જોઈએ કે ઇંગ્લડનાં વડા પ્રધાનના પદનું લીલામાં કરીને વેચાણ કરતા નથી. પણ આગેમ તેવો માણસા હોય છતાં તેને એક જ પગાર અપાય છે. તેમાં જ જે ઓછામાં ઓછો પગાર લે એવા માણસને પાદરી બનાવતા નથી. વાઇડા વકીલોની સાથે પણ સાધારણ રીતે એવો સંબંધ રાખતા નથી. એટલે આપણે જોઈએ છીએ કે ઉપર મુજબના દાખલામાં આપણે અમુક હદ પ્રમાણે જ પગાર આપી છીએ. ત્યારે કોઈ કહેશે, શું સારા અને ખરાબા મજૂરોને એક જ પગાર હોય ? હકીકતમાં તો એમ જ જોઈએ. પરિણામ એ આવશે કે, જેમ આપણે વૈદની પાસે કાઈશું તેમ આજા એકા જ દર મજૂરોનો હોવાથી સારા કડિયા સુતાર પાસે જ જઈશું. સારા કામદારનું ઇનામ એ જ કે તેને પસંદ કરવામાં આવશે. એટલે કુદરટી અને ખરો નિયમ એ જ થયો કે બધા વર્ગોમાં તે તે વર્ગોના કામના આધારે પગારની હદ બાંધવી જોઈએ. જ્યાં આવડતા વગરનો માણસ ઓછો દરમાયો લઈને શેથોને ભુલાવામાં નાખી શકે છે ત્યાં અંતે પરિણામ બૂરું જ આવે છે.
હવે બીજા સવાલનો વિચાર કરીએ. તે એ કે વેપારની ગમે તે સ્થિતિ હોય છતાં કારખાનાંમાં જેટલા કામદારોને અસલ રાખ્યા હોય તેટલા ને રાખવા જ જોઈએ. જ્યારે અનોશ્ચિત રીતે કામદારોને કામ મળે છે ત્યારે તેઓને વધારે પગાર માગવો જ પડે છે. પણ જો કોઈ પ્રકારે તેઓને ખાતરી થાય કે પોતાની નોપ્કરી જીવત જાગૃત ચાલશે તો તેઓ બહુ ઓછા પગારથી કામ કરશે. એટલે દેખીતું છે કે જે શેઠ પોતાના નોપ્કરોને કાયમને સારુ રાખે છે તેને છેવટે ફાયદો જ થાય છે, અને જે નોકરો કાયમની નોકરી કરે છે તેને પણ ફાયદો થાય છે. આવા કારખાનાંમાં મોટા નફા થઈ નથી શકતા, મોટા જોખમ ખેડી શકાતાં નથી, મોટા હેડ બાંધી શકાતાં નથી. સિપાઈ સરદારને સારુ મરવા તૈયાર થાય છે અને તેથી જ સિપાઈનો ધંધો સાધારણ મજૂરના ધંધા કરતાં વધારે માનલાયક ગણાયો છે. ઝરું જોતાં સિપાઈનો ધંધો કતલ કરવાનો નથી, પણ બીજાનો બચાવ કરતા પોતે કતલ થવાનો છે. જે સિપાઈ થયો તે પોતાનો જાન પોતાના રાજ્યને સોંપી દે છે. તે જ પ્રમાણે વકીલ વૈદ અને પાદરીનું આપણે સમજીએ છીએ. તેથી જ તેઓ તરફ માનની નજરે જોઈએ છીએ. વકીલે પોતાની જિંદગી જતં સુધી પણ ન્યાય કરવો ઘટે છે. વૈદે અનેક સંકટો સહન કરીને પણ પોતાના દાદીની સારવાર કરવી ઘટે છે અને પાદરીએ ગમે તેમ થાય તોપણ પોતાની જમાતને બોધ આપવાનું અને તેઓને ખરો રસ્તો બતાવવાનું કામ કરવું ઘટે છે.
આમ ઉપરના ધંધાઓમાં બને છે તો વેપારવાજમાં કેમ ન થાય? વેપારની સાથે હમેશાં અનીતિ ધારી લીધી છે. તેનું શું કારાણ હશે? વિચાર કરતાં એમ જોવામાં આવે છે કે વેપારીને હમેશાં સ્વાર્થી જમાની લીધેલ છે. વેપારીનું કામ પણ પ્રજાને જરૂરનું હોય તે છતાં એવું આપણે માની લઈએ છીએ કે તેનો હેતુ તો માત્ર પોતાની કોઠી ભરવાનો જ છે. કાયદાઓ પણ વેપારી કેમ ઝપાટાથી પૈસા એકઠા કરે એવા જ કરવામાં આવે છે. ધોરણો પણ એવાં જ બાંધ્યાં છે કે, લેબાર ધણીએ ઓછામાં ઓછું દામ આપવું. આમ વેપારીને ટેવ પાડી છે અને પછી લૂ પિતે જ વેપારીને તેના અપ્રમાણિકપણામને સારુ હલકો ગણે છે. આ ધોરણ ફરવાની જરૂર છે. વેપારીએ સ્વાર્થ જ સાધવો, પૈસા જ એકઠા કરવા એવોનિયમ નથી. એવા વેપારને આપણે વેપાર નહિ કહીએ, પણ ચોરી કહીશું. જેમ સિપાઈ રાજ્યને સારુ મરે છે તેમ વેપારીએ પ્રજાને સુખને અર્થે પૈસો ગુમાવવો ઘટે અને જાન પણ ખોવો ઘટે. બધાં રાજ્યમાં :
સિપાઈનો ધંધોઇ પ્રજાનું રક્ષણ કરવાનો છે;
પાદરીનો તેને કેળવણી આપવાનો છે;
વૈદનો તેને તંદુરસ્તીમાં રાખવાનો છે;
વકીલનો અદલ ઇન્સાફ પ્રજામાં ફેલાવવાનો છે;
અને વેપારીનો પ્રજાને સારુ જોઈતો માલ પૂરો પાડવાનો છે.
આ બધા માણસોની ફરજ ઘટતે વખતે પોતાનો જાન આપવાની પણ છે. એટલે કે ઘટતે વખતે મરવા તૈયાર નથી તે જીવવું પન શું એ જાણતો નથી. આપણે જોઈ ગયા કે વેપારી ધંધો પ્રજાને જોઈતો માલ પૂરો પાડવાનો છે. જેમ પાદરીનો ધંધો પગાર મેળવવાનો નથી પણ શિક્ષણ આપવાનો છે , તેમ વેપારીનો ધંધો નફો મેળવવાનો નથી પણ માલ પૂરો પાડવાનો છે. શીખવનાર પાદરીને રોટી મલી રહે છે તેમ વેપારીને નફો મળી રહે છે. પણ બેમાંથી એકેનો ધંધો પગાર અથવા નફા ઉપર નજર રાખવાનો નથી. બન્ની પગાર કે નફો મળે યા ન મળે તોપણ પોતાનો ધંધો – પોતની ફરજ- બનાવવાનો છે. આ વિચાર ખરો હોય તો વેપારી ઉત્તમ માનને લાયક છે, કેમકે તેનું કામ માલ સરસ પેદા કરવાનું અને પ્રજાને પોસાઈ શકે તેવી રીતે પૂરો પાડવાનું રહ્યું તેમ કરતાં તેન હાથ નીચે સેંકડો કે હજારો માણસો હોય છે તેઓનું રક્ષણ કરવું, તેઓની સારવાર કરવી એ પણ તેનું કામ રહ્યું. આ કરવામાં બહુ ધીરજ , બહુ મયા અને બહુ ચતુરાઈ જોઈએ. અને જુદાં જુદાં કામ કરતાં તેણે પણ બીજાઓની જેમ મરવું ઘટે તો તે પણ પોતાનો જાન આપે. આવો વેપારીપોતાની ઉપર ગમે તે સંકટ પડે, પોતે ભિખારી થઈ જાય , તે છતાં માલ ખરાબ નહિ વેચે અને છેતરશે નહિ. વળી પોતાના હાથા તળેના માણસોની ઉપર અત્યંત માયાથી વર્તશે. ઘણી વેળા મોટાં કારખાનાંમાં કે વેપારમાં જુવાનિયાઓ નોકરી લે છે. તેઓ કેટલીક વેળા પોતાના ઘરબારથી દૂર જાય છે. એટલે યાતો શેઠે માબાપ બનવું પડે છે અથવા તો જો શેઠ બેદરકાર રહે તો જુવાનિયો વાગરા માબાપનો થઈ પડે છે. એટલે પગલે પગલે વેપારીએ કે શેઠે પોતાના મનમાં એકા જ સવાલા કરવો ઘટે છે. તે એ છે કે : ‘ જેમ હું મારા દીકરાઓને રાખું છું તેમાં જ મારા નોકરોની તરફા વર્તુ છું કે નહિ?’
એકા વહાણના કપ્તાનની તળે ખલાસીઓ હોય તેમાં તેનો દીકરો પણ દાખલ હોય. કપ્તાનની ફરજ બધા ખલાસીને દીકરાની માફક ગણવાની છે. તેમજા વેપારીની નીછે ઘણાં નોકરોમાં પોતાનો દીકરો પણ હોય, તો તે ધંધામાં જેમ તે દીકરાની સાથે વર્તે તેમાં જ તેણે બીજા નોકરોની સાથે વર્તવું પડશે. આનું નામ જ ખરું અર્થશાસ્ત્ર કહેવાય. અને જેમ વહાણના કપ્તાનની ફરજ વહાણ જોખમમાં આવી પડે ત્યારે પોતે સૌથી છેલ્લું તે છોડવાની છે, તેમાં જ દુકાળ વગેરે બીજાં સંકટોમાં વેપારીની ફરજ પોતાનાં માણસોનો બચાવા પોતાની પહેલાં કરવાની છે. આવા વિચારો કોઈને આશ્ચર્યકારક લાગશે, પણ તેમ લાગે એ જ આ જમાનાની નવાઈ છે; કેમકે વિચાર કરતાં સૌ જોઈ શકશે કે ખરું ધોરણ તો આપણે હમણાં કહી ગયા તે જ છે. જે પ્રજા ઊંચે ચડવાની છે તે પ્રજામાં બીજી જાતનું ધોરણ હરગિજ ચાલી નહિ શકે. અંગ્રેજ પ્રજા આજ સુધી નભી રહી છે તેનું કારણ એ નહિ કે તેણે અર્થશાસ્ત્રના નિયમ જાળવેલ છે; પણ તે નિયમોનો ઘણા વિરલાઓએ ભંગા કર્યો છે અને ઉપર બતાવેલા નીતિના નિયમ તેઓએ જાળવેલા છે, તેથી જ પ્રજા આજ સુધી નાભી રહી છે. એવા નીતિના નિયમોનો ભંગ કરવાથી કેવું નુકશાન થાય છે અને કેમ પ્રજાએ પાછું હઠવું પડે છે, એ વિચાર હવે પછી કરીશું.
આપણે સાચના મૂળા વિષે અગાઉ કહી ગયા તેનો જવાબ અર્થશાસ્ત્રીઓ કોઈ વખત નીછે પ્રમાણે આપશે : ‘અરસપરસની લાગણીથી કેટલોક ફાયદો થાય્ એ બરોબર્ છે, પણ એવી જાતના ફાયદાનો હિસાબ અર્થશાસ્ત્રીઓ કરતા નથી. તેઓ જે શાસ્ત્રનો વિચાર કરે છે તેમાં તો કઈ રીતે પૈસાદાર થવું એનો જ વિચાર મળે છે તે શાસ્ત્ર ખોટુમ્ નથી એટાલું જ નહિ, પણ અનુભવે તે અસરકારક છે એમ જોઈ શાય છે. જેઓ તે શાસ્સ્ત પ્રમાણે ચાલે છે તેઓ ચોક્કસ દોલતવાન થાય છે, અને જેઓ તે પ્રમાણે ચાલતા નથી તે ગરીબ થાય છે. યુરોપના બધા ધનાઢ્ય માણ્સોએ આ શાસ્ત્રના નિયમો પ્રમાણે ચાલીને પૈસો એકઠો કર્યો છે. આની સામે દલીલો લગાવી તે નકામું છે. દરેક માણસને ખબર્ છે કે પૈસો કેમ મળે છે ને કેમ જાય છે.’
આ બરોબર નથી. વેપારી વર્ગ પૈસા કમાય છે પણ તે બરોબર કમાયા કે નહિ અને તેમાં કોમનું ભલું થયું કે નહિ તે તેઓ નથી જાણી શકતા. ‘પૈસાદાર્’ એ શબ્દનો અર્થ પણ તેઓ ઘણી વેળા નથી સમજતા. જ્યાં તવંગર હોય ત્યામ્ ગરીબ હોય એ વાતનુમ્ તેઓને ભાન હોતું નથી. ઘણી વેળા માણસો ભૂલથી એમ માને છે કે અમુક ધોરણે ચાલીને બધા માણસો તવંગર થઇ શકે. ખરું જોતા તે કૂવાન ચક્કરની જેમ છે. એક ખાલી થાય કે બીજું ભરાય છે. તમારી પાસે એક રૂપિયો હોય તેની સત્તા, બીજા જેની પાસે તેટલું નહિ હોય તેની ઉપર છે. જો સામેના માણસને તે રૂપિયાની ગરજ નહિ હોય તો તમરી પાસેનો રૂપિયો નકામી છે. મારા રૂપિયાની સત્તા તે મારા પાડોશીની તંગી ઉપર છે. જ્યાં તંગી ત્યાં જ તવંગરી નભી શકે એટલે અર્થ એવો થયો કે એક માણસ તવંગર થવું તો સામેનાને તંગીમાં રાખવો.
સાર્વજનિક અર્થશાસ્ત્રનો માયનો એ છે કે ખરે વખતે ને ખરી જગ્યાએ જરૂરી ને આનંદદાયક વસ્તુઓ પેદ કરવી, તેને સાચવવી ને તેની આપલે કરવી. જે ખેડૂત વખતસર પાક ઉતારે છે, જે ચુનારો ચણતર બરોબર કરે છે, જે સુતાર લક્કડકામ બરોબર કરે છે, જે ઓરત પોતાનું રસોડું બરોબર રાખે છે, તે બધાંને ખરાં અર્થશાસ્ત્રી જાણવાં. તે બધી પ્રજા દોલતમાં વધારો કરનારાં છે. એથી ઊલટું શાસ્ત્ર તે સાર્વજનિક ન કહેવાય. તેમાં તો એક માણસ માત્ર ધાતુ એકઠી અક્રે છે ને બીજાને તેની તંગાશમાં રાખી તે ધાતુનો ઉપયોગ કરે છે. આવો ઉપયોગ કરનારા પોતાનાં ખેતરો તથા ઢોર-ઢાંખરના કેટલા રૂપિયા આવશે એમ વિચારી તેટલા પૈસાદાર પોતાને માને છે. તેઓ પોતાના રૂપિયાની કિંમત ખેતર અને ઢોર મળી શકે તેટલી છે તેમ વિચારતા નથી. વળી તે માણસો ધાતુનો – રૂપિયાનો સંગ્રહ કરે છે. તેઓ કેટલા મજૂરો મેળવી શક્શે એવો વિચાર કરે છે. હવે આપણે ધારી લઈએ કે અમુક માણસ પાસે સોનું, રૂપું, દાણો વગેરે છે. તેવા માણસને નોકરોની ગરજ પડશે. પણ જો તેના પાડોશીમાં કોઈને સોનારૂપાની કે દાણાની જરૂર નહિ હોય તો તેને નોકર મળવો મુશ્કેલ પડશે. એટલે પેલા પૈસાદાર માણસે પોતે પોતાની રોટી પકાવવી પડશે, પોતે પોઅતાંઅના કપડાં સીવવા પડશે, તે માણસને તેની સોનાની કિંમત તેની જમીનમાંની પીળી કાંકરી જેટલી પડશે, તેનો દાણો સડશે. કેમકે તે કંઈ તેના પાડોશી કરતાં વધારે ખાનારો નથી. એટલે તે માણસે બીજાની માફક સખત મજૂરી કરીને જ પોતાનો ગુજારો કરવો પડશે. આવી સ્થિતિમાં ઘણા માણસો સોનુંરૂપું એકઠું કરવા નહિ અમગે. ઊંદો વિચાર અક્રીશું તો આપણે જોઈશું કે પૈસા મેળવવા તેનો અર્થ એ છે કે બીજા માણસોની ઉપર સત્તા મેળવવી – આપણા સુખને સારુ ચાકરની, અને આવી સત્તા સામેના માણસોની ગરીબાઈના પ્રમણમાં જ આપણને મળી શકશે. એક સુતારને જો તેને રાખનાર એક જ માણસ હશે તો તે સુતાર જે મળશે તે રોજ લેશે. જો તેને રાખનાર બે ચાર માણસ હશે તો જે વધારે રોજ આપશે તેને ત્યાં સુતાર જશે. એટલે પરિણામ એવું આવશે કે પૈસાદાર થવું એનો અર્થ એ થયો કે બને તેટલાં માણસોને આપણા કરતાં વધારે તંગીમાં રાખવાં. અર્થશાસ્ત્રીઓ ઘણી વેલા માની લે છે કે આ પ્રમાણે રૈયતને તંગીમાં રાખવાથી પ્રજાને લાભ થાય છે. બધ માણસો સરખા થાય એમ તો અબન્તું અન્થી. પણ ગેરવાજબી રીતે માણસોમાં તંગી પેદા કરવાથી પ્રજા દુઃખી થાય છે, કુદરતી રીતે તંગી અને ભરાવો રહેવાથી પ્રજા સુખી થાય છે ને સુખી રહે છે.
૨.દોલતની નસો
આમ અમુક પ્રજામાં પૈસાનું ચક્કર તે બદનમાં લોહી ફરવાની માફક છે. લોહી ઝપાટાથી ફરે છે તે યા તો તંદુરસ્તી અને કસરતની નિશાની હોય અથવા તો શરમ ઊપજવાની કે તાવની નિશાની હોય. શરીરની ઉપર એક જાતની લાલી તે તંદુરસ્તી બતાવે છે. બીજી લાલી તે ઘાસણીના રોગનું ચિહ્ન હોય. વળી એક જગ્યાએ લોહીનો ભરાવો થાય તો શરીરને નુકશાન થાય છે, તેમ એક જગ્યાએ પૈસાનો ભરાવો થાય તે પ્રજાની નુકસાનીનું કારણ થઈ પડે છે.
ધારો કે બે ખલાસી વહાણ ભાંગવાથી એક વેરાન કિનારા પર આવી પડ્યા છે. ત્યાં તેઓને પોતાની મહેનતે ખોરાક વગેરે નિપજાવવો પડે છે. જો તેઓ બંને તંદુરસ્ત રહી સાથે કામ કરે તો સારું ઘર બાંધે, ખેતર ખેડે ને ભવિષ્યમાં કંઈક બચાવે. આને આપણે ખરી દોલત કહી શકીએ. અને જો બંને સારી રીતે કામ કરે તો બંનેનો તેમાં સરખો હોસ્સો ગણાય. એટલે તેઓને જે શાસ્ત્ર લાગુ પડ્યું તે એ જ કે તેઓની મહેનતનાં ફળ તેઓને વહેંચી લેવાનો હક થયો. હવે ધારો કે થોડી મુદત પછી તેમાંથી એક જણને અસંતોષ થયો. તેથી તેઓએ જમીનના ભાગ પાડ્યા ને દરેક જણ પોતાને હિસાબે ને પોતાની મેળે કામ કરવા લાગ્યો. વળી ધારો કે અણીને વખતે એક જણ માંદો પડ્યો. એમ થવાથી તે બીજાને પોતાની મદદે બોલાવશે. ત્યારે બીજો કહી શકશે, ‘હું એટલું કામ તમારે સારુ કરવા તૈયાર છું, પણ એવી શરતે કે જ્યારે કામ પડે ત્યારે તમારે મારે સારુ તેટલું જ કરવું. તમારે મને લખી આપવું પડશે કે જેટલા કલાક હું કામ કરું તેટલા કલાક તમારે મારી જમીન ઉપર ખપ પડ્યે કામ કરવું.’ વળી ધારો કે માંદાની માંદગી લાંબી ચાલી ને દરેક વેળાએ પેલા સાજા માણસને ઉપર પ્રમાણે લખત આપવું પડ્યું. ત્યારે માંદો સાજો થાય તે વેળા દરેક જણની શી સ્થિતિ થઈ ? બંને જણ ગરીબ થયા ગણાય. કેમકે માંદો માણસ ખાટલે રહ્યો તે દરમ્યાન તેના કામનો લાભ ન મળ્યો. પેલો ભાઈબંધ ખૂબ વધારે કામ કરનારો છે એમ પણ માની લઈએ. છતાં તેણે જેટલો વખત માંદાની જમીનને આપ્યો તેટલો પોતાની જમીનમાંથી ગયો એ તો ચોક્કસ વાત કરી. એટલે બંને જણાની જે મિલકત હોવી જોઈએ તેમાં ઘટાડો થયો.
એટલું જ નહિ પણ દરેક જણ વચ્ચેનો સંબંધ બદલાયો. માંદો માણસ પેલાનો કરજદાર થયો ને પોતાની મજૂરી આપીને જ પોતાનું અનાજ લઈ શકે. હવે ધારો કે સાજા માણસે પોતાને મળેલા દસ્તાવેજનો ઉપયોગ કરવા ધાર્યું. જો તેમ કરે તો તે પોતે તદ્દન આરામ લઈ શકે – અળસુ થઈ શકે; તેની મરજી પડે તો સાજા થયેલા માણસની પાસેથી બીજાં લખત લે. એમાં કંઈ ગેરકાયદેસર થયું એમ કોઈ નહિ કહી શકે. હવે જો કોઈ પરદેશી આવી ચડે તો તે જોશે કે એક માણસ દોલતવાન થયો છે ને બીજો માંદો પડ્યો છે. તે વળી જોશે કે એક તો એશાઅરમ કરતો આળસમાં પડ્યો રહે છે ને બીજો મજૂરી કરતો છતો તંગી ભોગવે છે. આમાંથી વાંચનાર જોઈ શકશે કે બીજાની મજૂરી મેળવવાના હકનું પરિણામ એ આવે છે કે ખરી દોલતનો ઘટાડો થયા છે.
હવે બીજો દાખલો લઈએ. ત્રણ જણે એક રાજ્ય સ્થાપ્યું ને ત્રણે જણા નોખા રહેવા લાગ્યા. દરેકે જુદો જુદો પાક ઊતાર્યો કે જેનો ઉપયોગ બધા કરી શકે. વળી ધારો કે તેમાંથી એક માણસે બધાના વખતનો બચાવ કરવા સારુ પોતે ખેતી છોડીને એકનો માલ બીજાને પહોંચાડવાનું માથે લીધું ને બદલામાં અનાજ લેવાનું ઠરાવ્યું. જો આ માણસ નિયમસર માલ લાવે લઈ જાય તો બધાને લાભ થાય. હવે ધારો કે આ માણસ માલની આપલે કરવામાં ચોરી કરે છે. પછી તંગીનો વખત આવે છે તે વેળા તે દલાલ પોતે ચોરેલો દાણો બહુ આકરે ભાવે આપે છે. આમ કરતાં છેવટે તે માણસ બેઉ ખેડૂતને ભિખારી કરી મૂકી શકે છે ને છેવટે તેઓને પોતાના મજૂર બનાવે.
ઉપરનો દાખલો ચોખ્ખો અન્યાય બતાવે છે. છતાં આમ જ હાલના વેપારીઓનો મામલો ચાલે છે. વળી આપણે એમ પણ જોઈ શકીશું કે આમ ચોરીનો બનાવ બન્યા પછી ત્રણે જણની મિલકત એકઠી કરીશું તો પેલો માણસ પ્રામાણિક હોત ને થાત તેના કરતાં ઓછી થશે. પેલા બે ખેડૂતોનું કામ ઓછું મળવાથી તેમની મહેનતનું સંપૂર્ણ ફળ તેઓ નહિ લાવી શક્યા. અને પેલા ચોર દલાલના હાથમાં જે ચોરીનો માલ આવ્યો તેનો પૂરો ને સરસ ઉપયોગ નહિ થયો.
એટલે આપણે ગણિતના જેવો હિસાબ કરી શકીએ છીએ કે, અમુક પ્રજાની દોલત તપાસતાં તે દોલત કેમ મળી છે તેની ઉપર, તે પ્રજાને પૈસાદાર ગણવી કે નહિ, તેનો આધાર રહ્યો છે. પ્રજાની પાસે આટલા પૈસા છે તેથી તે તેટલી પૈસાદાર છે એમ નહિ કહી શકાય. અમુક માણસના હાથમાં અમુક પૈસા તે ખંત, હોશિયારી ને આબાદાનીની નિશાની હોય; અથવા તો નાશકારક મોજમજા, અતિ જુલમ અને દગાની નિશાની હોય. અને આમ હિસાબ કરવો તે માત્ર નીતિ બતાવે છે એટલું જ નહિ, પણ અંકગણિતથી ગણાય તેવો પૈસો બતાવે છે. એક દોલત એવી કે જે પેદા થતાં બીજી દસ ગણીનો નાશ થયો હોય.
એટલે નીતિ અનીતિનો વિચાર કર્યા વિના દોલત એકઠી કરવાના ધારા ઘડવા એ તો માત્ર માણસની મગરૂરી બતાવનારી વાર્તા થઈ. ‘સસ્તામાં સસ્તું ખરીદી મોંઘામાં મોંઘું વેચવું’ એવો જે નિયમ છે તેના જેવું બીજું કશું માણસને નામોશી લગાડનારું નથી. ‘સસ્તામાં સસ્તું લેવું’ એ તો સમજ્યા. પણ ભાવ કેમ ઘટ્યા ? આગ લાગ્યા પછી પડી ગયેલા ઘરની ઈંટો સોંઘી હોઈ શકે છે. પણ તેથી આગ અને ધરતીકંપ એ પ્રજાના લાભને સારુ થયાં એમ કહેવાની કોઈની હિંમત નહિ ચાલે વળી ‘મોંઘામાં મોંઘું વેચવું’ એ સમજ્યા. પણ મોંઘવારી કેમ આવી ? રોટીનું દામ તમને આજે સારું મળ્યું. પણ તમે શું તે દામ મરતા માણસની છેલ્લી કોડી લઈને લીધું ? અથવા તો તમે તે રોટી કોઈ શાહુકારને આપી કે જે કાલે તમારું બધું પડાવી લેશે ? કે શું તમે તે કોઈ સિપાહીને આપી કે જે સિપાહી તમારી બૅંક લૂંટવા જનારો છે ? આમાંના એકે સવાલનો જવાબ તમે વખતે ન આપી શકો એવું બની શકે છે, કેમકે તમે જાણતા નથી. પણ તમે વાજબી દામે નીતિસર વેચી કે નહિ તે તો કહી શકો છો; અને વાજબી ન્યાયની જ દરકાર રાખવાની જરૂર છે. તમારા કામથી કોઈને દુઃખ ન થાય એટલું જ જાણવું ને તે પ્રમાણે કરવું, એ તમારી ફરજ છે.
આપણે જોઈ ગયા કે પૈસાની કિંમત માણસોની મજૂરી તે વડે મેળવવા ઉપર છે. જો મજૂરી મફત મળી શકે તો પૈસાની ગરજ રહેતી નથી. પણ માણસોની મજૂરી વગર પૈસે મળી શકે તેવા દાખલા જોવામાં આવે છે. અને પૈસાબળ કરતાં બીજું નીતિબળ વિશેષ કામ કરે છે એવા દાખલા આપણે જોઈ ગયા. પૈસા જ્યાં કામ નથી કરી શકતા ત્યાં સદ્ગુણ કામ કરે છે એમ પણ આપણે જોયું. ઇંગ્લંડમાં ઘણી જગોએ પૈસાથી માણસોને ભોળવી શકાતા નથી.
વળી જો આપણે કબૂલ કર્યું કે માણસોની પાસેથી કામ લેવાની શક્તિ તે દોલત છે, તો આપણે એમ પણ જોઈ શકીએ કે તે માણસો જેટલે દરજ્જે હોશિયાર અને નીતિવાન હોય તેટલે દરજ્જે દોલતનું માપ વધ્યું. એમ વિચારતાં આપણે જોઈશું કે ખરી દોલત તે સોનુંરૂપું નથી પણ માણસો પોતે છે. દોલતની ખોળ ધરતીનાં આંતરડાંમાં નથી કરવાની, પણ માણસના દિલમાં કરવાની છે. અને એ વાત ખરી હોય તો અર્થશાસ્ત્રનો ખરો નિયમ તો એ થયો કે જેમ બને તેમ માણસોને તનમાં, મનમાં ને માનમાં આરોગ્ય રાખવા. એવો અવસર પણ આવે કે જ્યારે ઇંગ્લંડ ગોવળકોંડાના હીરાથી ગુલામોને શણગારી પોતાની દોલતનો દેખાવ કરવાને બદલે, ખરા ગ્રીસના નામાંકિત માણસે કહેલું તેની માફક, પોતાના નીતિમાન મહાપુરુષોને બતાવી શકે કે,
‘આ મારી દોલત છે.’
૩.અદલ ન્યાય
ઈસ્વી સન પૂર્વે કેટલાક સૈકા ઉપર એક યહૂદી વેપારી થઈ ગયો. તેનું નામ સૉલોમન હતું. તેણે ઘણો પૈસો મેળવ્યો હતો અને તે ઘણો પ્રખ્યાત થયો હતો. તેની કહેવતો આજ પણ યુરોપમાં ચાલી રહેલી છે. વેનીસના લોકો તેને એટલો ચહાતા કે તેઓએ વેનીસમાં તેનું બાવલું ઊભું કરેલું. જોકે એની કહેવતો આ જમાનામાં ગોખી રાખવામાં આવે છે, છતાં તે પ્રમાણે ચાલનારા બહુ થોડા આદમીઓ છે. તે કહે છે કે, ‘જેઓ જૂઠું બોલીને પૈસો કમાય છે તેઓ મગરૂર છે ને તેઓના મોતની એ નિશાની છે.’ વળી બીજી જ્ગ્યાએ તેણે કહ્યું છે કે, ‘હરામખોરોની દોલત કંઈ ફાયદો કરતી નથી. સત્ય એ મોતમાંથી બચાવે છે.” આ બન્ને કહેવતોમાં સૉલોમને બતાવ્યું છે કે અન્યાયે મેળવેલી દોલતનું પરિણામ મોત છે. આ જમાનામાં જૂઠું અને અન્યાય એવી સરસ રીતે બોલવામાં તથા કરવામાં આવે છે કે આપણે સાધારણ રીતે તે કહી શકતા નથી. જેમકે જૂઠી જાહેરખબરો નાખવામાં આવે છે, વસ્તુઓની ઉપર માણસ ભોળવાય તેવાં નામ ચોંટાડવામાં આવે છે, વગેરે.
વળી તે ડાહ્યો માણસ કહે છે : ‘જેઓ દોલત વધારવાને ખાતર ગરીબોને પીડે છે તે છેવટે ભીખ માગતા થશે.’ વળી તે કહે છે : ‘ગરીબોને સતાવો નહિ, કેમકે તેઓ ગરીબ છે. વેપારમાં પીડાયેલાની ઉપર જુલમ ન કરો, કેમકે જેઓ ગરીબને સતાવશે તેને ખુદા સતાવશે.’ છતાં હાલ તો વેપારમાં મૂએલા ઉપર જ પાટુ મારવામાં આવે છે. જે માણસ ભીડમાં આવ્યો હોય તેનો લાભ લેવા આપણે તૈયાર થઈ જઈએ છીએ. ધાડપાડુઓ તવંગર ઉપર ધાડ પાડે છે. પણ વેપારમાં તો ગરીબોને લૂંટવામાં આવે છે.
વળી સૉલોમન કહે છે : ‘તવંગર અને ગરીબ બન્ને સરખા છે. ખુદા તેઓનો પેદા કરનાર છે. ખુદા તેઓનો પેદા કરનાર છે. ખુદા તેઓને જ્ઞાન આપે છે.’ તવંગરને ગરીબ વિના ચાલતું નથી. એકબીજાનો ખપ હમેશાં રહેલો છે. એટલે કોઈ કોઈને ઊંચોનીચો કહી શકે તેવું નથી. પણ જ્યારે આ બન્ને પોતાનું એકસરખાપણું ભૂલી જાય છે ને ખુદા તેઓને સમજ દેનારો છે એ વાતનું ભાન જતું રહે છે, ત્યારે વિપરીત પરિણામ આવે છે.
દોલત એ નદીઓની માફક છે. નદી હમેશાં દરિયા તરફ એટલે નીચાણમાં જાય છે. તેમ દોલત પણ હમેશાં જ્યાં જરૂર હોય તેવી જગ્યાએ જવી જોઈએ એવો નિયમ છે. પણ જેમ નદીની ગતિમાં ફેરફાર થઈ શકે છે તેમ દોલતની ગતિમાં પણ ફેરફાર થઈ શકે છે. ઘણી નદીઓ જ્યાં ત્યાં વહે છે ને તેની આસપાસ ઘણું પાણી હોઈ ઝેરી હવા પેદા થાય છે. તે જ નદીઓને બંધ બાંધી તેનું પાણી જ્યાં જરૂર જણાય ત્યાં વહે તેમ કરવામાં આવે તો તે જ પાણી જમીનને રસાળ કરે છે ને આસપાસની હવા સુંદર કરે છે. તેમ જ દોલતનો ગમે તેમ ઉપયોગ થાય તો તેથી માણસોમાં દુષ્ટતા વધે, ભૂખમરો ચાલે ને ટૂંકામાં તે દોલત ઝેર સમાન ગણાય. પણ જો તે જ દોલતની ગતિને બાંધવામાં આવે, તેને નિયમસર વાપરવામાં આવે, તો બાંધેલી નદીની જેમ તે દોલત સુખાકારી નિપજાવે છે.
અર્થશાસ્ત્રીઓ દોલતની ગતિ રોકવાનો નિયમ તદ્દન ભૂલી જાય છે. તેઓનું શાસ્ત્ર તે માત્ર દોલત મેળવવાનું શાસ્ત્ર છે. પણ દોલત તો ઘણી રીતે મેળવાય છે. એક જમાનો એવો હતો કે જ્યારે યુરોપમાં લોકો પૈસાદારને ઝેર આપી તેનો પૈસો લઈ પોતે પૈસાદાર થતા. આ જમાનામાં ગરીબ લોકોને સારુ જે ખોરાક તૈયાર કરવામાં આવે છે તેમાં વેપારીઓ ભેળવણી કરે છે. જેમકે દૂધમાં ટંકણખાર નાખે છે, આટામાં પટેટાં નાખે છે તેમ જ કૉફીમાં ચીકરી, માખણમાં ચરબી વગેરે. આ પણ ઝેર દઈને પૈસાદાર થવા જેવું છે. આને આપણે પૈસાદાર થવાનો હુન્નર અથવા તેવું શાસ્ત્ર કહીશું ?
પણ અર્થશાસ્ત્રીઓ લૂંટીને પૈસાદાર થવું તદ્દન કહેતા હોય એમ નહિ માનવું જોઈએ. તેઓએ કહેવું જોઈએ કે તેઓનું શાસ્ત્ર ‘કાયદેસર અને ન્યાયી’ રસ્તે પૈસાદાર થવું એ છે. ઘણી વસ્તુ કાયદેસર હોય છતાં ન્યાયબુદ્ધિથી ઊલટી હોય એવું આ જમાનામાં બને છે. એટલે ન્યાયની રીતે દોલત મેળવવી એ જ ખરો રસ્તો ગણાય. અને જો ન્યાયથી જ દોલત મેળવવી એ ખરું હોય તો માણસનું પ્રથમ કામ ન્યાયબુદ્ધિ શીખવાનું છે. માત્ર આપલેના કાયદાથી કામ લેવું કે વેપાર કરવો એટલું જ નથી. માછલાં, વરુ, ઉંદર એ જ રીતે રહે છે. મોટી માછલી નાની માછલીને ખાય છે, ઉંદર નાનાં જંતુઓને ખાય છે, વરુ માણસ સુધ્ધાંને ખાય છે. તેઓનો એ જ કાયદો છે; તેઓને બીજી સમજ નથી. પણ ખુદાએ માણસને સમજ આપી છે, ન્યાયબુદ્ધિ આપી છે. તેની રૂએ તેણે બીજાઓને ખાઈ જઈ – તેઓને છેતરી, તેઓને ભીખારી કરી પોતે પૈસાદાર થવાનું નથી.
ત્યારે આપણે હવે જોવાનું છે કે મજૂરોને મજૂરી આપવાનો ન્યાય તે શું ?
આપણે અગાઉ કહી ગયા કે મજૂરને વાજબી પગાર એ ગણાય કે જેટલી મજૂરી તેણે આજે આપણે સારુ કરી તેટલી મજૂરી આપણે તેને જોઈએ ત્યારે આપીએ, જો એને ઓછી મજૂરી મળે તો ઓછો, ને વધારે મજૂરી મળે તો વધારે બદલો.
એક માણસને મજૂર જોઈએ છે. તેને બે જણ પોતાની મજૂરી આપવા કહે છે. હવે જે ઓછું લે તેને મજૂરી આપી હોય તો તે માણસને ઓછું મળશે. જો વધારે માણસ માગનાર હોય ને મજૂર એક જ હોય તો તેને માગ્યું દામ મળશે ને તે મજૂરને જોઈએ તે કરતાં ઘણે ભાગે વધારે મજૂરી મળશે. આ બેઉના વચ્ચેની રકમ તે વાજબી મજૂરી ગણાશે.
મને કોઈ માણસ પૈસા ઉછીના આપે ને તે મારે અમુક મુદત પછી દેવાના હોય તો હું તે માણસને વ્યાજ આપીશ. તેમ જ આજે મને કોઈ પોતાની મજૂરી આપશે તો તે માણસને મારે તેટલી જ મજૂરી અને તેથી કંઈક વધારે વ્યાજ બદલ આપવું જોઈએ. આજે મારે સારુ કોઈ માણસ એક કલાક કામ કરે તો તેને સારુ મારે એક કલાક ને પાંચ મિનિટ કે તેથી વધારે કામ કરવાનું વચન આપવું જોઈએ. આમ દરેક મજૂરને વિષે સમજવું.
હવે જો મારી પાસે બે મજૂર આવે ને તેમાંથી એક જે ઓછું લે તેને હું કામે લગાડું તો પરિણામ એ આવશે કે, જેને મેં કામે લગાડ્યો તે અર્ધો ભૂખ્યો રહેશે ને રોજગાર વિના રહ્યો તે તો એમ જ રહેશે. જે મજૂરને હું રાખું તે મજૂરને બરોબર દહાડિયું આપું તોપણ બીજો મજૂર ધંધા વિના રહેશે. છતાં જેને મેં રાખ્યો છે તેને ભૂખે મરવાનું નહિ થાય. અને મેં મારા પૈસાનો વાજબી ઉપયોગ કર્યો ગણાશે. ખરેખરો ભૂખમરો જ્યારે દહાડિયું દેવામાં આવે ત્યારે જ દાખલ થાય છે. જો હું વાજબી મજૂરી આપું તો મારી પાસે નકામી દોલત એકઠી નહિ થાય, હું મોજમજામાં પૈસો નહિ વાપરું ને મારે હાથે ગરીબાઈ નહિ વધે. જેને હું વાજબી દામ આપીશ તે માણસ બીજાને વાજબી આપતાં શીખશે, ને એમ ન્યાયનો ઝરો સુકાઈ જવાને બદલે જેમ આગળ ચાલશે તેમ જોર લેશે. અને જે પ્રજામાં આ પ્રમાણે ન્યાયની બુદ્ધિ હશે તે પ્રજા સુખી થશે ને ઘટતી રીતે આબાદ થશે.
આ વિચાર પ્રમાણે અર્થશાસ્ત્રીઓ ખોટા પડે છે, તેઓ કહે છે કે જેમ હરીફાઈ વધે તેમ પ્રજા આબાદ થાય, હકીકતમાં આ વાત ભૂલભરેલી છે. હરીફાઈનો હેતુ મજૂરીનો દર ઘટાડવાનો છે. ત્યાં પૈસાદાર વધારે પૈસો એકઠો કરે છે ને ગરીબ વધારે ગરીબ થાય છે. આવી હરીફાઈથી છેવટે પ્રજાનો નાશ થવા સંભવ છે. આપલેનો કાયદો તો એ હોવો જોઈએ કે દરેક આણસને તેની લાયકાત મુજબ દહાડિયું મળ્યાં કરે. આમાં પણ હરીફાઈ રહેશે, છતાં પરિણામ એવું આવશે કે માણસો સુખી અને હોશિયાર થશે, કેમકે પછી તો મજૂરી મેળવવાને સારુ પોતાનો દર ઓછો કરવો પદશે એમ નથી. પણ કામ મેળવવાને સારુ હોશિયાર થવું પદશે. આવા જ કારણથી લોકો સરકારી નોકરી મેળવવા તૈયાર થાય છે, ત્યાં દરજ્જા પ્રમાણે દરમાયા બાંધેલા હોય છેવ. હરીફાઈ માત્ર હોશિયારી હોય છે. અરજદાર ઓછો પગાર લેવાનું નથી કહેતો, પણ પોતાનામાં બીજાના કરતાં વધારે ચાતુરી છે એમ બતાવે છે. નૌકાસૈન્યમાં અને સિપાઈની નોકરીમાં એવો જ નિયમ જાળવવામાં આવે છે, અને તેથી જ ઘણે ભાગે તેવાં ખાતાંઓમાં ગરબડ અને અનીતિ ઓછાં જોવામાં આવે છે. છતાં વેપારમાં જ ખોટી હરિફાઈ રહી છે અને તેનું પરિણામ દગો, લુચ્ચાઈ, ચોરી વગેરે અનીતિ વધી પડી છે. બીજી તરફથી, જે માલ તૈયાર થાય છે તે ખરાબ ને સડેલો હોય છે. વેપારી જાણે કે હું ખાઉં, મજૂર જાણે કે હું છેતરું ને ઘરાક જાણે કે હું વચમાંથી કમાઈ લઉં. આમ વહેવાર બગડે છે ને માણસોમાં ખટપટ ઊભી થાય છે, ભૂખમરો જામે છે, હડતાળો વધીઑ પડે છે, શાહુકાર લફંગા બને છે ને ઘરાકો નીતિ સાચવતા નથી. એક અન્યાયમાંથી બીજા ઘણા પેદા થાય છે ને અન્તે શાહુકાર, વાણોતર ને ઘરાક બધા દુઃખી થાય છે ને પાયમાલ થાય છે. જે પ્રજામાં આવા રિવાજ ચાલે છે તે પ્રજા અન્તે હેરાન થાય છે. પ્રજાનો પૈસો જ ઝેર થઈ પડે છે.
તેથી જ જ્ઞાનીઓએ કહ્યું છે કે પૈસો જ્યાં પરમેશ્વર છે ત્યાં ખરા પરમેશ્વરને કોઈ પૂજતું નથી. દોલત અને ખુદાને અણબનાવ છે. ગરીબના ઘરમાં જ ખુદા વસે છે. આમ અંગ્રેજી પ્રજા મોઢેથી બોલે છતાં વહેવારમાં પૈસાને સર્વોપરી પદ આપે છે, પ્રજાના પૈસાદાર માણસની ગણતરી કરી પ્રજાને સુખી માને છે ને અર્થશાસ્ત્રીઓ પૈસો જલદીથી કેમ કમાવો તેના કાયદા ઘડે છે કે જે શીખીને પ્રજા પૈસો મેળવે. ખરું અર્થશાસ્ત્ર તો ન્યાયબુદ્ધિનું છે, દરેક સ્થિતિમાં રહી ન્યાય કેમ કરવો, નીતિ કેમ જાળવવી એ શાસ્ત્ર જે પ્રજા શીખે છે તે જ સુખી થાય. બાકી તો ફાંફાં છે ને વિનાશકાળે વિપરીત બુદ્ધિ જેવું બને છે. પ્રજાને ગમે તેમ કરી પૈસાદાર થતાં શીખવવું તે વિપરીત બુદ્ધિ શીખવવા જેવું છે.
૪.ખરું શું
ગયાં ત્રણ પ્રકરણમાં આપણે જોઈ ગયા કે અર્થશાસ્ત્રના જે સાધારણ નિયમો ગણાય છેતે વાજબી નથી. તે નિયમો પ્રમાણે ચાલવાથી માણસો અને પ્રજા દુઃખી થાય છે, ગરીબ વધારે ગરીબ બને છે અને પૈસાદાર પાસે પૈસો વધારે એકઠો થાય છે; છતાં બેમાંથી એકે સુખી થતા કે રહેતા નથી.
અર્થશાસ્ત્રીઓ માનસોની વર્તણૂક ઉપર વિઅાર નહિ કરતાં જેમ પૈસો વધારે એકઠો થાય તેમ વધારે આબાદાની માને છે તેથી પ્રજાના સુખનો આધાર માત્ર પૈસા ઉપર રાખે છે. તેથી તેઓ શીખવે છે કે જેમ કારીગરી વગેરેના વધારાથી પૈસો એકઠો થાય તેમ સારું. આવા વિચારોના ફેલાવાથી ઇંગ્લંડમાં ને બીજા મુલકોમાં કારખાનાં વધી પડ્યાં છે, બહુ માણસો શહેરોમાં એકઠા થાય છે ને ખેતરો છોડી દે છે. બહારની સુંદર અને સ્વચ્છ હવા છોડી કારખાનાંઓમાં ગંદી હવા આખો દહાડો શ્વાસમાં લઈ સુખ માને છે. પરિણામે પ્રજા નબળી પડતી જાય છે, લોભ વધતો જાય છે, અનીતિ વધારે ફેલાય છે અને જ્યારે અનીતિ કાઢવાની વાત કરવા બેસીએ ત્યારે ડાહ્યામાં ખપતા માણસો વાત કરે છે કે અનીતિ જાય નહિ, અજ્ઞાની માણસોમાં એકદમ જ્ઞાન આવે નહિ, તેથી જેમ ચાલે છે તેમ ચાલવા દેવું. આવી દલીલ કરતાં તેઓ ભૂલી જાય છે કે ગરીબોની અનીતિનું કારણ તવંગર માણસો છે. તેઓને ખાતર – તેઓની મોજમજા પૂરી પાડવા ખાતર ગરીબ મજૂરો રાતદહાડો ગુલામગીરી કરે છે. તેઓને શીખવા કે સારું કરવા એક પળ મળતી નથી. તવંગરને જોઈ તેઓ પણ તવંગર થવા માગે છે. તવંગર નથી થવાતું તેથી તેઓ કચવાય છે, ગુસ્સે થાય છે. પછી ભાન ભૂલે છે ને છેવટે સારે રસ્તે પૈસો ન મળવાથી દગો કરી પૈસો મેળવવાનાં ફાંફાં મારે છે. આમ પૈસો અને મજૂરી બન્ને ફોગટ જાય છે અથવા દગો ફેલાવવામાં વપરાય છે.
હકીકતમાં ખરી મજૂરી એ કે જેથી ઉપયોગી વસ્તુ પેદા થાય. ઉપયોગી વસ્તુ એ કે જેથી માણસજાતનું ભરણપોષણ થાય. ભરણપોષણ એ કે જેથી માણસને જોઈતું ખાવાનું તથા ઓઢવા-પહેરવાનું મળે, કે જેથી તે નીતિને માર્ગે રહી જીવે ને જીવતાં લગી સત્કર્મો કરે. આવો વિચાર કરતાં, જે મહાન આરંભો થાય છે તે નકામા ગણવા જોઈએ. કારખાનાંઓ કાઢી ધનાઢ્ય થવાના રસ્તા લેવા તે પાપક્ર્મ જેવું થવા સંભવ છે. પૈસો પેદા કરનારા ઘણા મળે છે, પણ રીતસર વાપરનારા થોડા છે. પૈસો પેદા કરી તેથી પ્રજાનો નાશ થતો હોય તો એ પૈસો કામનો નથી. છતાં હાલના જે કરોડપતિઓ છે તેઓ મોટી અને અનીતિવાળી લડાઈઓનું કારણ થઈ પડ્યા છે. આ જમાનાની ઘણીખરી લડાઈઓનું કારણ પૈસાનો લોભ જોવામાં આવે છે.
માણસો એમ કહેતાં જોવામાં આવે છે કે બીજાઓને સુધારવા જ્ઞાન આપવું એ બનવા જેવું નથી; તેથી જેમ રહેવું ઘટે તેમ રહેવું ને પૈસો એકઠો કરવો. આમ કહેનારા પોતે નીતિ સાચવતા નથી. કેમકે જે માણસ નીતિ સાચવે છે ને લોભમાં પડતો નથી તે પ્રથમ તો પોતાનું મન કાયમ રાખે છે, પોતે ખરા રસ્તામાંથી ચસતો નથી ને પોતાનાં કર્મથી જ બીજાની ઉપર અસર કરે છે. જેની પ્રજા બની છે તેઓ પોતે નીતિના નિયનો ન જાળવે ત્યાં સુધી પ્રજા નીતિમાન કેમ થાય ? આપણે ગમેતેમ વરતી આપણા પડોશીની અનીતિને સારુ તેની ભૂલ કાઢીએ એથી સારું પરિણામ કેમ આવે ?
આવા વિચારો કરતાં આપણે જોઈ શકીએ છીએ કે પૈસો એ માત્ર સાધન છે, અને તે વડે સુખ તથા દુઃખ બન્ને મેળવાય છે. જો સારા માણસના હાથમાં તે આવે તો તેથી ખેતરો ખેડાય છે ને અનાજ પાકે છે. ખેડૂતો નિર્દોષ મજૂરી કરી સંતોષ પામે છે ને પ્રજા સુખી રહે છે. ખરાબ માણસોના હાથમાં આવવાથી તેમાંથી (ધારો કે) દારૂગોળા બને છે, માણસોનું સત્યાનાશ વળે છે. દારૂગોળો બનાવનારી પ્રજા અને જેની ઉપર તે વપરાય છે તે પ્રજા બન્ને હેરાન થાય છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે ખરા માણસો એ જ ખરી દોલત છે. જે પ્રજામાં નીતિ છે તે પ્રજા દોલતવાન છે, આ જમાનો મોજમજાનો નથી. દરેક માણસે પોતાથી બનતી મહેનતમજૂરી કરવાની છે. આપણે આગળના દાખલાઓમાં જોઈ ગયા કે જ્યાં એક માણસ આળસુ રહે છે ત્યાં બીજાને બેવડી મજૂરી કરવી પડે છે. ઇંગ્લંડમાં જે ભૂખમરો વર્તે છે તેનું આ જ કારણ છે. કેટલાક માણસોના હાથમાં પૈસો એકઠો થવાથી તેઓ ઉપયોગી કામ કરતા નથી, તેમ કરવાથી તેઓને સારુ બીજા માણસોને મજૂરી કરવી પડે છે. આ મજૂરી ઉપયોગી નહિ હોવાથી મજૂરી કરનારને ફાયદો થતો નથી. તેમ થવાથી પ્રજાની મૂડીમાં ઘટાડો થાય છે. એટલે જોકે ઉપરથી એમ જણાય કે માણસોને કમ મળે છે, પણ અંદર તપાસતાં આપણને માલૂમ પડે છે કે ઘણા માણસોને નવરું બેસવું પડે છે. વળી અદેખાઈ પેદા થાય છે, અસંતોષનાં મૂળ બાઝે છે અને છેવટે પૈસાદાર અને ગરીબ, શેઠ અને મજૂર બંને પોતાની હદ છોડે છે. જેમ બિલાડી ઉંદર વચ્ચે સદાય અણબનાવ રહે છે તેમ પૈસાદાર અને ગરીબ, શેઠ અને મજૂર વચ્ચે વેરભાવ થાય છે અને માણસ તે માણસ મટી જાનવરની સ્થિતિએ પહોંચે છે.
૫.સારાંશ
મહાન રસ્કિનના લખાણની મતલબ હવે અમે પૂરી કરી છે. આ લખાણ જોકે ઘણા વાંચનારને લૂખું જણાશે, છતાં જેઓએ વાંચ્યું છે તેઓને અમે ફરીથી વાંચવા ભલામણ કરીએ છીએ. ‘ઇં. ઓ.’ના બધા વાંચનાર તેનો વિચાર કરી તે પ્રમાણે ચાલે એવી આશા રાખવી એ વધારે પડતું ગણાશે. પણ બહુ જૂજ વાંચનાર પણ જો તેનો અભ્યાસ કરી તેમાંથી સાર ખેંચશે તો અમારી મહેનત ફળી સમજીશું. કદાચ તેવું ન બને તોપણ રસ્કિનના છેલ્લા પ્રકરણ પ્રમાણે અમે અમારી ફરજ બજાવી ગયા તેમાં જ ફળનો સમાસ થયો, એટલે અમારે સદાય સંતોષ રહેવા જેવું છે.
રસ્કિને પોતાના ભાઈઓ – અંગ્રેજોને સારુ લખ્યું તે જો અંગ્રેજોને એક હિસ્સે લાગુ પડે છે તો હિંદીને હજાર હિસ્સે લાગુ પડે છે. હિંદુસ્તાનમાં નવા વિચારો ફેલાઈ રહ્યા છે. આજકાલના પશ્ચિમની કેળવણી પામેલા જુવાનોમાં જુસ્સો આવ્યો છે એ તો ઠીક વાત છે. પણ જુસ્સાનો ઉપયોગ સારો થાય તો સારું પરિણામ આવે, ને જો ખોટો ઉપયોગ થાય તો નબળું પરિણામ આવવું જ જોઈએ. ‘સ્વરાજ્ય’ મેળવવું એવો અવાજ એક કોરથી આવે છે. વિલાયતના જેવાં કારખાનાં કાઢી ઝપાટાભેર પૈસો એકઠો કરવો એવો અવાજ બીજી તરફથી આવે છે.
સ્વરાજ્ય શું છે તે આપણે ભાગ્યે જ સમજતા હોઈશું. નાતાલને સ્વરાજ્ય છે, છતાં અમે કહીએ છીએ કે નાતાલના જેવું આપણે કરવા માંગતા હોઈએ તો એ સ્વરાજ્ય નરકરાજ્ય જેવું છે. તેઓ કાફરોને કચરે છે, હિંદીને હણે છે. સ્વાર્થમાં આંધળા થઈને સ્વાર્થરાજ્ય ભોગવે છે. કદી કાફરો અને હિંદી નાતાલમાંથી જાય તો તેઓ માંહોમાંહે લડી સમાપ્ત થઈ જાય.
ત્યારે શું ટ્રાન્સવાલના જેવું સ્વરાજ્ય મેળવીશું ! જનરલ સ્મટ્સ તેઓના મુખીઓમાંના એક છે. તે પોતાના લખેલા કે બોલેલા બોલ પાળતા નથી. કહે છે કંઈ, કરે છે કંઈ. અંગ્રેજો તેનાથી કાયર થઈ ગયા છે. પૈસો બચાવવાને બહાને અંગ્રેજ સિપાઈઓની ચાલુ રોજી ઉપર તેણે પગ મૂક્યો છે ને તેની જગ્યાએ ડચને રાખે છે. અમે નથી માનતા કે તેમાંથી છેવટે ડચ પણ સુખી થાય. જેઓ સ્વાર્થની ઉપર નજર રાખે છે તે પારકી પ્રજાને લૂંટી પોતાની પ્રજાને લૂંટવા સહેજે તૈયાર થશે.
દુનિયાના બધા ભાગ ઉપર નજર કરતાં જોઈ શકીશું કે સ્વરાજ્યને નામે ઓળખાતું રાજ્ય પ્રજાની આબાદાની કે સુખને સારુ બસ નથી. એક સહેલો દાખલો લઈને તે સહેજે જોઈ શકાશે. લૂંટારુઓની ટોળીમાં સ્વરાજ્ય હશે તો પરિણામ શું આવશે તે બધા જોઈ શકશે. તેઓની ઉપર તો કોઈ લૂંટારુ નહિ એવા માણસોનો કાબૂ હશે તો જ તેઓ છેવટે સુખી થશે. અમેરિકા, ફ્રાન્સ, ઇંગ્લંડ એ બધાં મોટાં રાજ્યો છે. પણ તેઓ ખરાં સુખી છે એમ માનવાને કારણ નથી.
‘સ્વરાજ્ય’નો ખરો અર્થ એ છે કે પોતાની ઉપર કાબૂ રાખતાં આવડવું. આમ તો તે જ માણસ કરી શકે જે પોતે નીતિ જાળવે છે; છેતરતો નથી; સત્ય છોડતો નથી; પોતાનાં માબાપ, પોતાની સ્ત્રી, પોતાનાં છોકરાં, પોતાના નોકર, પોતાના પડોશી, એ બધા તરફની ફરજ બજાવે છે. આ માણસ ગમે તે દેશમાં બેઠો સ્વરાજ્ય ભોગવે છે. જે પ્રજામાં એવા માણસો ઘણા હોય તેને સહેજે સ્વરાજ્ય છે.
એક પ્રજા બીજી ઉપર રાજ્ય ચલાવે તે સાધારણ રીતે ખોટું ગણાય. અંગ્રેજો આપણી ઉપર રાજ્ય કરે છે એ વિપરીત વાત છે, પણ અંગ્રેજો હિંદુસ્તાન છોડે તેથી હિન્દીએ કમાણી કરી એમ માનવાનું કારણ નથી.
તેઓ રાજ્ય કરે છે તેનું કારણ આપણે જ છીએ; તે કારણ આપણો કુસંપ, આપણી અનીતિ અને આપણું અજ્ઞાન એ છે. આ ત્રણ વસ્તુ દૂર થાય તો એક પાંખડી હલાવ્યા વિના અંગ્રેજો હિંદુસ્તાન છોડે એટલું જ નહિ, પણ આપણે ખરું સ્વરાજ્ય ભોગવતા થઈએ.
‘બૉમ્બ’ વછોડવાથી ઘણા ખુશી થતા જોવામાં આવે છે. આ માત્ર અજ્ઞાન અને અણસમજની નિશાની છે. બધા અંગ્રેજોને મારી શકાય તો જેઓ મારનારા છે તેઓ હિન્દુસ્તાનના ધણી થાય. એટલે હિન્દુસ્તાન રાંડીરાંડ રહે. અંગ્રેજને મારનારા બૉમ્બ અંગ્રેજ ગયા પછી હિન્દની ઉપર પડશે. ફ્રાન્સના પ્રજાસત્તાક રાજ્યના પ્રેસિડન્ટને મારનારો તે ફ્રેંચ જ હતો. અમેરિકાના પ્રેસિડન્ટ ક્લીવલૅન્ડને મારનાર તે અમેરિકન હતો. એટલે આપણને લાજમ છે કે ઉતાવળમાં વગર વિચારે પશ્ચિમની નકલ આંધળાપણે નથી કરવાની.
જેમ પાપકર્મથી – અંગ્રેજોને મારીને – ખરું સ્વરાજ્ય નહિ મેળવાય તેમ જ હિંદુસ્તાનમાં કારખાનાં ખોલવાથી પણ સ્વરાજ્ય નથી મળવાનું. સોનુંરૂપું એકઠું થશે તેથી કંઈ રાજ્ય નથી મળવાનું. આ વાત રસ્કિને આબેહૂબ સાબિત કરી આપી છે. યાદ રાખવાનું છે કે પશ્ચિમના સુધારાને માત્ર સો વર્ષ થયાં છે. ખરું જોતાં પચાસ ફ્ગણાય. તેટલામાં તો પશ્ચિમની પ્રજા વર્ણસંકર જેવી જોવામાં આવે છે. યુરોપની જુએ દશા છે તેવી હિંદુસ્તાનની કદી ન થજો એમ અમે માગીએ છીએ. યુરોપની પ્રજાઓ એક બીજાની ઉપર ટાંપીને બેઠી છે. માત્ર પોતાના દારૂગોળાની તૈયારીથી જ બધા ગુપચુપ છે. કોઈ વેળા જબરદસ્ત ભડકો થશે ત્યારે યુરોપમાં દોઝખ નજરે દેખાશે. યુરોપનું દરેક રાજ્ય કાળા માણસોને પોતાનો ભક્ષ ગણી બેસે છે. માત્ર પૈસાનો જ લોભ છે ત્યાં બીજું થવાનો સંભવ હોય નહિ. તેમને એક પણ મુલક જોવામાં આવે તો કાગડાની માફક તે મુલક ઉપર કૂદી પડે છે. આવું તેઓનાં કારખાનાંને લીધે છે એમ માનવાનાં કારણ છે.
છેવટમાં, હિન્દુસ્તાનને સ્વરાજ્ય મળો એ બધા હિન્દીનો અવાજ છે ને તે ખરો છે. પણ તે નીતિને રસ્તે મેળવવાનું છે. તે ખરું સ્વરાજ્ય હોવું જોઈએ. અને તે નાશ કરનારા ઇલાજોથી કે કારખાનાંઓ કરવાથી નહિ મળે. ઉદ્યમ જોઈએ, પણ તે ઉદ્યમ ખરે રસ્તે જોઈએ. હિન્દુસ્તાનની ભૂમિ તે એક વેળા સુવર્ણભૂમિ ગણાતી, કેમકે હિન્દી લોકો સુવર્ણરૂપે હતા. ભૂમિ તો તેની તે જ છે, પણ માણસો ફર્યાં છે એટલે તે ભૂમિ વેરાન જેવી થઈ ગઈ છે. તેને પાછી સુવર્ણ બનાવવાને આપણે સદ્ગુણો વડે સુવર્ણ થવાનું છે. તેનો પારસમણિ બે અક્ષરમાં, સમાયેલો છે અને તે ‘સત્ય’ છે. વાસ્તે જો દરેક હિન્દી ‘સત્ય’નો જ આગ્રહ રાખશે તો હિંદુસ્તાનને ઘેર બેઠાં સ્વરાજ્ય આવશે.
આ રસ્કિનના લખાણનો સારાંશ છે.